કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન:નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું નિવેદન – નર્મદા જિલ્લાના ખેડૂતોને સરકાર યોગ્ય વળતર ચૂકવશે
નર્મદા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. નર્મદા જિલ્લામાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિ છેલ્લા બે દાયકાથી વધુ સમય બાદ સર્જાઈ છે. રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે આ નુકસાનની તાત્કાલિક સમીક્ષા કરીને ઉદારતમ સહાય પ્રક્રિયા શરૂ કરવા તૈયાર છે. કમલમ ખાતે પ્રેસ વાર્તામાં જાહેરાત
આ સહાય અંગેની વિગતવાર માહિતી આપવા માટે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ, નર્મદા ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ વાર્તા દરમિયાન ડૉ. દર્શનાબેન દેશમુખે ભારપૂર્વક જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈ ખેડૂત વંચિત ન રહે તે દિશામાં ઝડપી કામગીરી ચાલી રહી છે. ધરતીપુત્રો પર આવેલી આ કુદરતી આપત્તિમાં રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી છે.”
