ઓપરેશન ત્રિશૂળ: ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ, 25 હજાર જવાનો, ફાઈટર જેટ-યુદ્ધ જહાજો જોડાશે
Published: October 31, 2025 •
Language: English

Operation Trishul: પાકિસ્તાનથી જોડાયેલી દેશની પશ્ચિમી સરહદો પર ભારતીય સેનાની ત્રણેય પાંખ (જમીન, વાયુ અને નૌકાદળ) નો સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ ‘ત્રિશૂલ’ નો પ્રારંભ થઈ ગયો છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી, આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વ્યૂહાત્મક પડકારનો સામનો કરવા માટે યુદ્ધના તમામ સંભવિત ક્ષેત્રોમાં પોતાની યુદ્ધ કુશળતાનું પરીક્ષણ કરી રહ્યું છે.
પાકિસ્તાનને સીધો સંદેશ
રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં યોજાઈ રહેલા આ અભ્યાસને પાકિસ્તાન માટે એક સ્પષ્ટ ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારત વ્યૂહાત્મક સંદેશ આપવા માંગે છે કે, જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની હિંમત કરાશે, તો જવાબ સરહદ પાર સુધી જશે અને ભારત સરહદોની સુરક્ષા માટે દરેક પડકારનો સામનો કરવા સજ્જ છે.
