ઉમરગામ GIDC કોલોનીમાં તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો:ગોવર્ધનનાથજી હવેલી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Published: November 3, 2025 •
Language: English
ઉમરગામ GIDC કોલોની સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે તુલસી વિવાહનો પવિત્ર ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા સંપન્ન થયા બાદ ભાવપૂર્વક શ્રીજી બાવાને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર હવેલી પ્રાંગણમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઉત્સવને સફળ બનાવવા માટે હવેલીના ટ્રસ્ટીઓ અજયભાઈ શાહ, સંજયભાઈ રાજાની અને દેવેનભાઈ શાહ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
