News For India – Gujarat
Loading…

ઉપરકોટ-સક્કરબાગમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓની ભીડ:5 દિવસમાં 60 હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, 17 લાખથી વધુની આવક સાથે દિવાળી ફળી

દિવાળીના તહેવારોની લાંબી રજાઓ દરમિયાન લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય છે ત્યારે આ વર્ષે પ્રવાસીઓમાં જુનાગઢ એ ફરવાલાયક જગ્યા પહેલી પસંદ બન્યું છે. ગુજરાત પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢે આશ્ચર્યજનક સફળતા હાંસલ કરી છે. જૂનાગઢનું ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓના ભારે ધસારાને કારણે ઊભરાઈ ગયા છે. વહીવટીતંત્રના સુચારુ વ્યવસ્થાપન અને નવી સુવિધાઓને કારણે આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે પ્રવાસન આવકમાં પણ વિક્રમ સર્જાયો છે. સક્કરબાગ ઝૂની આવકમાં વિક્રમી વધારો
સક્કરબાગના ફોરેસ્ટર હેતલબેન કિન્દરખેડીયાએ સક્કરબાગ ઝૂની આવક અને પ્રવાસીઓના વિક્રમી આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે અત્યારે જે મિની વેકેશન દિવાળી દરમિયાન ચાલી રહ્યું છે, તે સમય દરમિયાન અમારે વિઝિટરનો જે છે તે બહુ મોટા પ્રમાણમાં અત્યારે ઉમટી પડ્યા છે. તા. 20 થી 23 સુધીના માત્ર ચાર દિવસમાં 35,000 જેટલા વિઝિટર આવી ચૂક્યા છે, જેની ₹ 15,48,075 જેટલી આવક થઈ ગયેલી છે. આજે સક્કરબાગમાં વિઝિટર સવારથી અત્યાર સુધીમાં અંદાજે 5,000થી વધારે પણ આવી ચૂક્યા છે, જેમાં સવારથી અત્યાર સુધીની પણ અમારે ₹ 2,30,000 જેટલી ઇન્કમ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ઝૂના જે કુલ વિઝિટરોની સંખ્યા 45,098 રહેલી છે અને જેની ઝૂ ઇન્કમ 17,71,000 જેટલી રહેલી છે અને હાલ અત્યારે અમારે ઝૂ ચાલુ જ છે અને વિઝિટર પણ ખૂબ પ્રમાણમાં આવી જ રહ્યા છે અમે સફારી પાર્કમાં ગોલ્ફ કાર્ટ રાખેલી છે
વધુમાં તેણે જણાવ્યું હતું કે, અમે વિઝિટર માટે પણ અંદર અલગ-અલગ સુવિધાઓ રાખેલી છે જેમ કે, અમે સફારી પાર્કમાં ગોલ્ફ કાર્ટ રાખેલી છે, જેના પર પર્સન ચાર્જ આપણે ₹100 લઈએ છીએ અને બે બસો પણ રાખેલી છે, જેના પર એક વ્યક્તિનો ચાર્જ ₹75 લઈએ છીએ. જેમાં ઓપન કેજમાં 5 એનિમલ્સ રાખેલા હોય છે, જે ઓપન મોડમાં છે. જેમાં સિંહ છે, પછી ધોળ છે, દીપડા છે, રીછ છે અને બેંગોલિયન વાધ છે, જેમાં બેંગોલિયન વાઘ અને વ્હાઇટ ટાઈગર બંને પણ છે. અંદર આપણે કેન્ટીન પણ છે અને બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અંદર મૂકેલા છે. અમે ઝૂની ટિકિટ બારીનો સવારનો ટાઈમ 8:00થી અને સાંજના 5:30 વાગ્યા સુધીનો રાખેલો હોય છે, જેથી કરીને બહારથી આવેલા વિઝિટરને કોઈ પણ જાતની તકલીફ ન પડે. ઉપરકોટને દિવાળી ખૂબ જ સારી ફળી
સવાણી હેરિટેજના મેનેજર રાજેશ તોતલાણીએ ઉપરકોટને આ દિવાળી ખૂબ જ સારી ફળી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “દિવાળીના તહેવારો અને રજાના દિવસોમાં ઉપરકોટમાં આવતા લોકો દેશ-વિદેશથી અહીં મુલાકાતે આવે છે જેમાં રાજ્યો તેમ જ રાજ્ય બહારના પણ આવે છે. દરરોજના 4,000 થી 5,000 પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાતે આવે છે. છેલ્લા 4 થી 5 દિવસમાં 16,000થી વધુ પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાત લઈ ચૂક્યા છે અને ગયા વર્ષની દિવાળી કરતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, જેને લઈને કહી શકાય કે આ વર્ષે ઉપરકોટને દિવાળી ખૂબ જ સારી ફળી છે. આ વર્ષે ઉપરકોટમાં ઇલેક્ટ્રીક સ્કૂટર, અલગ-અલગ રમત ગમતના વિભાગ, પ્રવાસીઓને આકર્ષવા માટે અલગ અલગ સુવિધા ઉભી કરવામાં આવી છે. દિવાળીના તહેવાર અને રજાના દિવસો દરમિયાન ઉપરકોટમાં સિક્યુરિટી અને અન્ય કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવે છે. ખાસ કરીને ઉપરકોટમાં પાર્કિંગ મેનેજમેન્ટ, ફાસ્ટ ટ્રાન્ઝેક્શન માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે અને સફાઈ કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ઉપરકોટમાં ફૂડ કોટની સંખ્યા પણ વધારવામાં આવી છે. પ્રવાસીઓએ કહ્યું- અહીં ઐતિહાસિક અને કુદરતી વાતાવરણની અલૌકિક અનુભૂતિ
અમદાવાદથી ઉપરકોટની મુલાકાતે આવેલા હિરલબેન પટેલે પોતાના પરિવાર સાથેના પ્રવાસ અંગે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર અને રજાના દિવસોમાં અમે અમારા પરિવાર સાથે જૂનાગઢની મુલાકાતે આવ્યા છીએ. સંતોની ભૂમિ સાથે સાથે જૂનાગઢમાં આધ્યાત્મિક અને કુદરતી વાતાવરણની અલૌકિક અનુભૂતિ થાય છે. સરકાર દ્વારા ઉપરકોટના કિલ્લાનું રિનોવેશન કરી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યો છે જે ઉપરકોટનો કિલ્લો ખૂબ જ સુંદર છે. દરેક લોકોએ એકવાર ઉપરકોટની મુલાકાત અચૂક લેવી જોઈએ, કારણકે આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર વિશે જાણવું આજની પેઢીને ખૂબ જરૂરી છે. રાજકોટથી સક્કરબાગ ઝૂની મુલાકાતે આવેલા સતિષભાઈએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં હું મારા પરિવાર સાથે આવ્યો હતો. અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે, અહીં કુદરતના ખોળે આનંદ માણવો ખૂબ જ અલૌકિક છે. સક્કરબાગ ઝૂ માં અલગ અલગ પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને જળચર જીવો જોયા, અહીં પ્રાણીઓની અને દરેક જીવોની ખૂબ જ સરસ દેખભાળ રાખવામાં આવ્યો છે. અહીં સક્કરબાગ ઝૂ નું મેનેજમેન્ટ પણ ખૂબ જ સરસ છે. અહીં અમને ઘણા અલગ અલગ પ્રાણી-પક્ષીઓ જોવા મળ્યા – પ્રવાસી
અમદાવાદના ધોળકાથી જૂનાગઢ ફરવા આવેલ મનીષ રબારીએ જણાવ્યું હતું કે, આજે અમે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા હતા. અહીં અમને ઘણા અલગ અલગ પ્રાણી-પક્ષીઓ જોવા મળ્યા હતા. ગુજરાતમાં વસતા દરેક લોકોએ એકવાર આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત અચૂક લેવી જોઈએ. અન્ય રાજ્યોની મુલાકાત કરતા આપણા જ રાજ્યોમાં આવેલા ઐતિહાસિક ધરોહર સમા જૂનાગઢની મુલાકાત લેવી જીવનનો લહાવો છે. કારણકે આપણા જ રાજ્યના ઐતિહાસિક જગ્યાઓની મુલાકાતથી બાળકોને પણ ઇતિહાસ જાણવાની પ્રેરણા મળે છે અને હાલના સમયમાં તે ખૂબ જરૂરી
Read more