Gujarati News

ઉત્સવ કાર્યક્રમ:ભાજપમાં કાર્યકર્તા ક્યારેય બદલાતો નથી, માત્ર પદવી બદલાય છે અને જવાબદારી બદલાય છે

Published: November 8, 2025 • Language: English

કચ્છ જીલ્લા ભાજપ દ્વારા વંદે માતરમ્ રાષ્ટ્રગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં ઉત્સવ કાર્યક્રમને ઉત્સાહભેર મનાવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ સમગ્ર ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અભિવાદન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે પંકજભાઈ ઝાલા દ્વારા વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કરાવાયું હતુંજિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોરે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે આઝાદીથી લઈને આજ દિન સુધી વિવિધ કોંગ્રેસ સરકારે વખતોવખત વંદે માતરમ ગાન પર પ્રતિબંધો મૂક્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમના અભિવાદનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એક સામાન્ય કાર્યકર્તાથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવી એ ભારતીય જનતા પાર્ટીના એના કાર્યકર્તા પ્રત્યે રહેલા વિશ્વાસ અને ભરોસાને પ્રદીપ કરે છે. ભાજપમાં કાર્યકર્તા ક્યારેય બદલાતો નથી, માત્ર પદવી બદલાય છે, માત્ર જવાબદારી બદલાય છે. સર્વે ઉપસ્થિતોને તેમણે લોકહિતના વધુના વધુ કાર્યો અંગેના સુઝાવો અને ભલામણો તેમની પાસે પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઇ આચાર્ય, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો, બહોળું કાર્યકર્તા વૃંદ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. મંત્રીઓનું સન્માન નિમણૂક થયે નહીં, સારી કામગીરીને આધારે કરો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, આપણે ત્યાં રિવાજ છે કે જેવા કોઇ ધારાસભ્ય મંત્રી બને એટલે તરત જ આપણે તેમનું સન્માન અને હારતોરા કરવા લાગીએ છીએ. પરંતુ મંત્રીઓનું સન્માન તેમની નિમણૂકના બીજા દિવસે જ કરવાને બદલે તેમની ટર્મ પૂરી થાય તે પછી તેમણે કેટલું કામ કર્યું તેને આધારે કરવું જોઇએ. તમને એવું લાગે કે, તમે આપેલું કામ અને જનતાના જાહેર હિતમાં તે મંત્રીએ કરેલું કામ તેણે દિલથી પૂરું કર્યું તો તમે તેનું શાલ ઓઢાડીને સન્માન કરો. ધારાસભ્યને મંત્રી બનાવાય છે તેની પાછળનો હેતુ જ તેને લોકો પ્રત્યેની જવાબદારીથી સજાગ બનાવવાનો હોય છે.

Read more

← Back to Home