ઉત્કૃષ્ટ પ્રદર્શન:ગાંધીધામના એક કુમારી, 3 પુરુષોને આર્યનમેનનું બિરૂદ
ગાંધીધામના એક કુમારી સહિત ત્રણ પુરુષોએ આયર્નમેન 70.3 ગોઆ 2025 માં આયર્નમેન નું બિરુદ મેળવ્યું હતું. ગતરોજ ગોઆ ખાતે આયોજિત “આયર્નમેન 70.3 ગોઆ 2025′ માં ભાગ લઈ કેડીબીએ (કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન) અને ડીએસએ (દેવસ્મૃતિ સ્પોર્ટ્સ એકેડમી) ગાંધીધામથી કચ્છના 4 રમતવીરો ટ્રિથલેટ્સ સ્પર્ધા પૂર્ણ કરી ગાંધીધામ અને કચ્છ નું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં 1900 મીટર સ્વિમિંગ, 90 કિમી સાયકલિંગ અને 21 કિમી ની દોડ 8:30 કલાક ની મર્યાદા માં પૂર્ણ કરવાની હોય છે. જે ગાંધીધામના ચારે સ્પર્ધકોએ તે સમય અવધિ ની અંદર પૂર્ણ કરી હતી. કુમારી દેવાંશી હરાણી કચ્છની પ્રથમ મહિલા અને 3 પુરુષ સ્પર્ધકો માં વિકાસ ચૌહાણ, જેમ્સ ઠક્કર અને યોગેશ તનવાની પણ આયર્નમેનનું બિરુદ મેળવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુલ 31 દેશોમાંથી 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગાંધીધામ ના ચારે સ્પર્ધકોએ અલ્ટ્રામેન એવા પ્રદીપભાઈ અને દીપા કત્રોડિયા પાસે થી છેલ્લા 9 મહિનાથી સઘન તાલીમ લીધી હતી. કેડીબીએ અને ડીએસએ તરફ થી સ્પર્ધકો ને પૂર્ણ સહયોગ સાંપડ્યો હતો અને 25 જેટલા મિત્રોએ રૂબરૂ ગોઆ ખાતે હાજર રહી અને સંપૂર્ણ સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકો ના ઉત્સાહ વધાર્યો હતો. અગાઉ પણ ગાંધીધામથી રિકેશ આહિર અને આલોક દેસાઈએ આ બિરુદ હાંસલ કર્યુ છે.
