ઈરાનમાં ભયંકર દુકાળ, ડેમમાં 10 ટકાથી પણ ઓછું પાણી; તેહરાન શહેર ખાલી કરવું પડે તેવી નોબત
Published: November 10, 2025 •
Language: English

Tehran Iran Water Crisis: ઈરાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. છ દાયકામાં પહેલીવાર પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં વરસાદ નહીં પડે, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો હાલત નહીં સુધરે તો તેહરાનને ખાલી કરાવવું પડી શકે છે.
વરસાદમાં 92%નો મોટો ઘટાડો
તેહરાનની મુખ્ય જળ પુરવઠા યોજનાઓ, જેમ કે લાતિયન અને કરજ બંધો(ડેમ)માં, 10%થી પણ ઓછું પાણી બાકી છે.
