Gujarati News

ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ:સીઝન-2 માટે વડોદરાની રિટ્ઝ લેનને સત્તાવાર લાઇફસ્ટાઇલ ફર્નિચર પાર્ટનર તરીકે સામેલ કરાઈ, રાઉન્ડ 2માં સલમાનખાન હાજરી આપશે

Published: November 7, 2025 • Language: English

વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય રેસર વીર પટેલ દ્વારા આયોજિત વિશ્વની સૌપ્રથમ આગવી ફ્રેન્ચાઈઝી આધારિત સુપરક્રોસ રેસિંગ લીગ, ધ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ(ISRL)એ તેની બીજી સીઝન માટે રિટ્ઝ લેનને સત્તાવાર લાઇફસ્ટાઇલ ફર્નિચર પાર્ટનર બનાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી હૈદરાબાદ અને કાલિકટમાં ISRLના સ્થળોએ ચાહકોના હોસ્પિટાલિટીના અનુભવને વધુ બહેતર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વડોદરાની બ્રાન્ડ એવી રિટ્ઝ લેનનું પ્રીમિયમ આઉટડોર ફર્નિચર મુખ્યત્વે ફેન પાર્ક્સ, VIP બોક્સ અને હોસ્પિટાલિટી લાઉન્જમાં જોવા મળશે, જે ISRLના રેસિંગના અનુભવમાં આરામ અને આધુનિકતાનો ઉમેરો કરશે. આ ભાગીદારી મોટરસ્પોર્ટ, લાઇફસ્ટાઇલ અને મનોરંજનને એક શક્તિશાળી પ્લેટફોર્મમાં મર્જ કરવાના ISRLના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુમેળ ધરાવે છે. રિટ્ઝ લેનના સ્થાપક અને ડિરેક્ટર પાર્થ પટેલે આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “રિટ્ઝ લેન ખાતે, અમારું વિઝન હંમેશા વર્લ્ડ-ક્લાસ લાઇફસ્ટાઇલ ફર્નિચર બનાવવાનું રહ્યું છે જે ડિઝાઇન, ટકાઉપણાં અને આરામનું સંયોજન ધરાવે છે. ISRLની સીઝન 2નો ભાગ બનીને અત્યંત રોમાંચનો અનુભવ કરી રહ્યાં છીએ અને હજારો ચાહકો તેમજ મહેમાનો સમક્ષ રિટ્ઝ લેનની સિગ્નેચર ડિઝાઇન રજૂ કરવા આતુર છીએ. ISRLની સીઝન-2, ત્રણ શહેરોમાં યોજાશે, જેમાં 18 અત્યંત રોમાંચક અને શ્વાસ થંભાવી દેનાર રેસ, 6 ફ્રેન્ચાઇઝી ટીમો અને 36 વૈશ્વિક અને ભારતીય રાઇડર્સનો સમાવેશ થાય છે – પૂણેમાં ધમાકેદાર પ્રારંભથી લઈને, 6ઠ્ઠી ડિસેમ્બર 2025એ જીએમસી બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ, ગચીબોવલી ખાતે હૈદરાબાદમાં યોજાશે અને 21 ડિસેમ્બરના રોજ ઇએમએસ કોર્પોરેશન સ્ટેડિયમ, કાલિકટ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ISRL અને લિલેરિયા ગ્રુપ, વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે, ISRL તેના ચાહકોને રેસિંગથી વિશેષ ઉતકૃષ્ટ મનોરંજનનો બહેતર અનુભવ પૂરો પાડવા સતત કાર્યરત રહે છે. રિટ્ઝ લેન સાથેની ભાગીદારી અમારા ફેન પાર્ક અને હોસ્પિટાલિટી ઝોનમાં સોફિસ્ટિકેશન અને પ્રીમિયમ આરામનો સ્પર્શ લાવે છે, જે સીઝન 2ના માહોલને ઉત્સાહપૂર્ણ બનાવે છે. ISRL પરિવારમાં રિટ્ઝ લેનનું સ્વાગત કરીને અમે આનંદ અનુભવી રહ્યાં છે. ISRLના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર મેગાસ્ટાર સલમાન ખાન હૈદરાબાદ અને કોઝિકોડ એમ બંને રાઉન્ડમાં હાજર રહી સીઝનમાં સ્ટાર પાવરમાં વધારો કરશે, જે ચાહકો સાથે જોડાઈને અને ભારતના સતત વધતા મોટરસ્પોર્ટ કલ્ચરની ઉજવણી કરશે.

Read more

← Back to Home