Gujarati News

'આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે', બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ

Published: October 24, 2025 • Language: English


PM Modi In Bihar Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પહેલાં જ સમસ્તીપુરમાં લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આજે 254 ઓક્ટોબરે એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, આ જામીન પર બહાર હરી-ફરી રહ્યા છે. એનડીએ સરકાર ગરીબોની સેવા કરી રહી છે, આ વખતે ફરી બિહારમાં સુશાસનની સરકાર આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હાલ તમે જીએસટી બચત ઉત્સવનો અનેરો આનંદ માણી રહ્યા છો, કાલથી છઠ્ઠ પૂજાનુ મહાપર્વ શરૂ થવા જઈ રહ્યું છે. આવા વ્યસ્ત સમયમાં તમે મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, સમસ્તીપુરમાં જે માહોલ છે, મિથઇલાનો જે મૂડ છે, તેણે ખાતરી આપી દીધી છે કે, નવી ગતિ સાથે બિહાર ચાલશે, ફરી એકવાર એનડીએ સરકાર આવશે.

Read more

← Back to Home