Divya Bhaskar Gujarat

આણંદ જિલ્લામાં બુથ લેવલ ઓફિસરને તાલીમબધ્ધ કરાયા:મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે 1699 BLO, 206 સુપરવાઈઝર અને 52 બુથ લેવલ એજન્ટોને તાલીમ

Published: November 4, 2025 • Language: English

ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27 મી નવેમ્બરથી સમગ્ર દેશના 12 જેટલા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં આજે તારીખ 4 નવેમ્બરથી મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે, સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાર સધન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુંનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના BLO, સુપરવાઈઝર તથા બુથ લેવલ એજન્ટોને તાલીમબધ્ધ કરવામાં આવ્યાં છે. આણંદ જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગ મુજબ 1699 બી.એલ.ઓ, 206 સુપરવાઈઝર તથા 52 જેટલા બુથ લેવલ એજન્ટોને તમામ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આણંદ જિલ્લાના બી.એલ.ઓ, સુપરવાઈઝર તથા બુથ લેવલ એજન્ટોને આપવામાં આવેલ તાલીમની વિગતો જોઈએ તો, ખંભાત વિધાનસભામાં સ્તંભ તીર્થ કોમ્પ્લેક્સ ખંભાત અને મામલતદાર ઓફિસના મીટીંગ હોલ ખાતે, બોરસદ વિધાનસભામાં વીરા ખાતે આવેલ કમલા ઓડિટોરિયમ હોલ એક્સિલન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે, આંકલાવ વિધાનસભામાં મધુસુદન હોલ, આર્ટ એન્ડ કોમર્સ કોલેજ, આંકલાવ તથા બી.એ. કોલેજ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે, ઉમરેઠ વિધાનસભામાં બીઆરસી ભવન ઉમરેઠ તથા બી.એ. કોલેજ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ ખાતે, આણંદ વિધાનસભાની બી.એ.કોલેજ એગ્રિકલચર યુનિવર્સિટી, આણંદ ખાતે, પેટલાદ વિધાનસભામાં મિટિંગ હોલ, કોલેજ કેમ્પસ, દંતાલી રોડ, પેટલાદ તથા સોજીત્રા વિધાનસભામાં કુનિબા પુસ્તકાલય, સોજીત્રા તથા સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર ખાતે બી.એલ.ઓ., સુપરવાઇઝર તથા બુથ લેવલ એજન્ટોને તાલીમ આપવામાં આવી હતી.

Read more

← Back to Home