Gujarati News

આજનું એક્સપ્લેનર:બાંગ્લાદેશમાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે, પાકિસ્તાની યુદ્ધજહાજ પહોંચ્યું, તુર્કી-ચીની અધિકારીઓના આંટાફેરા; ભારતને ઘેરવાનું ષડયંત્ર?

Published: November 12, 2025 • Language: English

બાંગ્લાદેશમાં આ દિવસોમાં કેટલીક એવી હલચલ છે, જે દિલ્હીની ચિંતા વધારી શકે છે. પાકિસ્તાનનું યુદ્ધપોત PNS સૈફ ચટગાંવ બંદરગાહ પર લંગર નાખી ચૂક્યું છે, તૂર્કિ અને ચીની ડિપ્લોમેટ્સના ઢાકાના પ્રવાસો થઈ રહ્યા છે, યુનુસ ખાન ભારતના પૂર્વોત્તર રાજ્યોને પોતાના નકશામાં બતાવી રહ્યા છે અને લશ્કરના આતંકીઓ બાંગ્લાદેશમાં ટ્રેનિંગ કેમ્પ ચલાવવાના દાવા કરી રહ્યા છે. આખરે બાંગ્લાદેશમાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે, તેનાથી ભારત પર કેટલી અસર પડશે અને સરકાર તેને કેવી રીતે જવાબ આપી રહી છે; જાણીશું આજના એક્સપ્લેનરમાં… સવાલ-1: 1971 પછી પહેલીવાર બાંગ્લાદેશમાં પાકિસ્તાનું યુદ્ધપોત કેમ પહોંચ્યું અને તેની ભારત પર શું અસર થશે?
જવાબ: પાકિસ્તાની નૌસેનાનું યુદ્ધપોત PNS સૈફ 8 નવેમ્બરના રોજ બાંગ્લાદેશના ચટગાંવ પોર્ટ પહોંચ્યું. બાંગ્લાદેશ નૌસેનાના જહાજ BNS શાધીનોતાએ સમુદ્રમાં જ પાકિસ્તાની જહાજને ઔપચારિક સલામી આપી અને બંદરગાહ સુધી એસ્કોર્ટ કર્યું. 1971ના યુદ્ધ પછી 54 વર્ષોમાં પહેલીવાર કોઈ પાકિસ્તાની યુદ્ધપોત બાંગ્લાદેશ પહોંચ્યું છે. આધિકારિક રીતે આ જહાજ ચાર દિવસની સદ્ભાવના યાત્રા (ગુડવિલ વિઝિટ) પર છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રક્ષા સહયોગને મજબૂત કરવો જણાવવામાં આવ્યો છે. પાકિસ્તાન નેવી ચીફ એડમિરલ નવીદ અશરફ પણ ચાર દિવસના પ્રવાસે બાંગ્લાદેશ આવ્યા છે. તેમણે બાંગ્લાદેશના આર્મી અને નેવી ચીફ સાથે મુલાકાત કરી. પાકિસ્તાનનું જે યુદ્ધપોત બાંગ્લાદેશ પહોંચ્યું છે, તે તેને 2010માં ચીને આપ્યું હતું. અત્યારે આ જહાજ ટેકનિકલ ખરાબીથી ઝઝૂમી રહ્યું છે. તેના HP-5 સ્ટેબલાઇઝર સિસ્ટમમાં ખરાબી જણાવાઈ રહી છે, જેનાથી તે સમુદ્રમાં સ્થિર નથી રહી શકતું. ભારતના સુરક્ષિત ઝોનમાં ઘૂસવાની કોશિશ સવાલ-2: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો હિસ્સો બતાવવાનો મામલો શું છે?
જવાબ: ગયા મહિને પાકિસ્તાનની જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે તેમને ‘આર્ટ ઑફ ટ્રાયમ્ફ’ પુસ્તક ભેટ કરી, જેમાં બાંગ્લાદેશમાં ગયા વર્ષે થયેલા વિદ્યાર્થી આંદોલનની સફળતા પ્રદર્શિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પુસ્તકમાં બાંગ્લાદેશનો જે નકશો બન્યો છે, તેમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોને પણ બાંગ્લાદેશનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ પાકિસ્તાન ઉપરાંત કેનેડાના પૂર્વ રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો, તૂર્કિના પ્રતિનિધિ મંડળ અને અન્ય મહેમાનોને પણ આ પુસ્તક ભેટ કરી ચૂક્યું છે. જોકે બાંગ્લાદેશ સરકારે આ મીડિયા રિપોર્ટ્સને ફગાવતા કહ્યું કે ભારતીય રાજ્યોને બાંગ્લાદેશનો હિસ્સો નથી બતાવવામાં આવ્યો. પુસ્તકમાં ગ્રેફિટીનો ઉપયોગ થયો, જેમાં વાસ્તવિક નકશામાં થોડો ફરક હોઈ શકે છે. બાંગ્લાદેશનું વ્યૂહાત્મક સ્થાન પૂર્વોત્તર ભારત માટે ખતરો હોઈ શકે છે… સવાલ-3: બાંગ્લાદેશમાં પાકિસ્તાન, ચીન અને તૂર્કિની વધતી સક્રિયતાના શું અર્થ છે?
જવાબ: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સહિત આર્મી અને નેવીના ઘણા વરિષ્ઠ અધિકારી બાંગ્લાદેશનો પ્રવાસ કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈદ પર મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે ખાસ વાત કરી હતી. તૂર્કિનું પાર્લામેન્ટરી ડેલિગેશન અને મુખ્ય રક્ષા અધિકારી પણ યુનુસને મળી ચૂક્યા છે. ચીનના પણ વરિષ્ઠ અધિકારી સતત ચીનનો પ્રવાસ કરી રહ્યા છે. પાકિસ્તાન, ચીન અને તૂર્કિના નેતા, બાંગ્લાદેશના પ્રવાસો કરી રહ્યા છે અને તેની સાથે સૈન્ય અને વ્યાપારી ભાગીદારી વધારી રહ્યા છે… સવાલ-4: શું બાંગ્લાદેશના રસ્તે ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવાની ફિરાકમાં છે આતંકી હાફિઝ સઈદ?
જવાબ: સોશિયલ મીડિયા પર લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લા સૈફનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દાવો કરી રહ્યો છે કે, ‘હાફિઝ સઈદ ખાલી બેઠા નથી, તે બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલાની તૈયારી કરી રહ્યા છે.’ સૈફે દાવો કર્યો છે, ‘ઇબ્તિસામ ઇલાહી ઝહીર બાંગ્લાદેશ પહોંચી ગયો છે. હિંદુસ્તાન તેને બાંગ્લાદેશનો રાઇટ હેન્ડ બતાવી રહ્યું છે. તે બાંગ્લાદેશમાં કાશ્મીર અને ફિલિસ્તીનની વાત કરી રહ્યો છે. લશ્કરના આતંકી બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઘૂસશે અને આખી દુનિયામાં મુસલમાનોનો અવાજ બનશે.’ સૈફે લશ્કરની આ પ્લાનિંગને ઓપરેશન સિંદૂરનો જવાબ જણાવ્યું છે. આ વીડિયો 30 ઓક્ટોબરનો જણાવાઈ રહ્યો છે, જેમાં સૈફ નાના બાળકોને જેહાદના રસ્તે ચાલવા અને ભારત વિરુદ્ધ હથિયાર ઉઠાવવા માટે ઉશ્કેરી રહ્યો છે. લશ્કર-એ-તૈયબા એ જ આતંકી સંગઠન છે જે ભારત પર 2001 સંસદ હુમલા અને 2008 મુંબઈ હુમલા માટે જવાબદાર છે. રાજન કુમારના મતે, ‘બાંગ્લાદેશમાં સત્તાપલટ પછીથી ત્યાં કટ્ટરપંથી તાકાતોનો પ્રભાવ વધી ગયો છે, જે પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. ત્યાં કટ્ટરપંથીઓનો પ્રભાવ વધવાનો સીધો અસર ભારતની બોર્ડર વિસ્તારોની શાંતિ અને સ્થિરતા પર પડશે.’ સવાલ-5: આખરે બાંગ્લાદેશનું વલણ ભારતની વિરુદ્ધ કેમ થયું?
જવાબ: વીતેલા એક વર્ષમાં બાંગ્લાદેશમાં થયેલી ગતિવિધિઓને કારણે બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં અંતર આવ્યું… ભારતનું શેખ હસીનાને શરણ આપવું: બાંગ્લાદેશમાં ઓગસ્ટ 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન પછી પ્રધાનમંત્રી શેખ હસીનાનું તખ્તાપલટ થઈ ગયું. તેમણે જીવ બચાવીને ભારતમાં શરણ લીધી, જેના કારણે બાંગ્લાદેશના લોકોમાં ભારતની વિરુદ્ધ નારાજગી છે. સવાલ-6: બાંગ્લાદેશમાં ચાલી રહેલી ગતિવિધિઓનો ભારત શું જવાબ આપી રહ્યું છે?
જવાબ: આ ગતિવિધિઓ ભારત માટે એક સિક્યુરિટી થ્રેટ છે, જેનો ભારતે અલગ-અલગ મંચો પર જવાબ આપ્યો છે… પૂર્વી મોરચે દેખરેખ વધારી બાંગ્લાદેશમાંથી આયાત પર પ્રતિબંધો લગાવ્યા ગ્રેટર બાંગ્લાદેશ પર રાજનાથ સિંહની સખત પ્રતિક્રિયા
આસામ અને ભારતના નોર્થ ઈસ્ટના દેશોને ગ્રેટર બાંગ્લાદેશનો હિસ્સો બતાવાયા પછી ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘અમે બાંગ્લાદેશ સાથે તણાવ નથી ઈચ્છતા, પણ યુનુસે પોતાના નિવેદનોમાં સાવધાની રાખવી જોઈએ.’
રાજનાથ સિંહે કહ્યું, ‘ભારતમાં ક્ષમતા છે કે અમે રસ્તામાં આવતી કોઈ પણ ચેલેન્જને પાર કરી શકીએ. અમે શાંતિમાં વિશ્વાસ રાખનારા લોકો છીએ, પણ તેનો આ મતલબ નથી કે ભારત નબળું છે. ભારતના કોઈ પણ અપમાનનો જવાબ મજબૂતીથી આપવામાં આવશે.’ અજય બિસારિયાનું કહેવું છે કે ભારતને બોર્ડર સિક્યુરિટી વધારવાની જરૂર છે. ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર કડક નજર રાખવી પડશે.
ભારતીય સેનાએ ધુબરી, કિશનગંજ અને ચોપરામાં સૈન્ય સ્ટેશન બનાવ્યા છે, જે વ્યૂહાત્મક રીતે ‘ચિકન નેક’ કૉરિડોરની પાસે હાજર છે.

Read more

← Back to Home