અમેરિકાનો ફરી મોટો દાવો, ટ્રમ્પે કહ્યું એટલે ભારત-ચીને રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઘટાડી
Published: October 24, 2025 •
Language: English

USA and Donald Trump News : રશિયન ઓઈલની ખરીદીને લઈને અમેરિકા અને ભારત ફરી એકવાર આમને-સામને આવ્યા છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ પર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી દીધી છે. જોકે, ભારતે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું છે કે તેની તેલ ખરીદીની નીતિ સંપૂર્ણપણે દેશના ફાયદા અને લોકોની જરૂરિયાતોને આધારે નક્કી થાય છે, કોઈના દબાણ હેઠળ નહીં.
અમેરિકાએ શું કહ્યું?
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લિવિટે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત ન આવવાથી નારાજ છે.
