Gujarat Top Stories

અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાયર એક્ટ ભારતને H1B વિઝા કરતા મોટો ઝટકો આપશે : રઘુરામ રાજન

Published: November 4, 2025 • Language: English


Raghuram rajan News : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા સૂચિત હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એકટ ભારત માટે એચ1બી વિઝા ફીમાં તાજેતરના વધારા કરતા પણ વધુ જોખમી છે. 

સૂચિત હાયર એક્ટ માત્ર માલસામાન પર જ નહીં આઉટસોર્સ કરાયેલી સર્વિસીઝ પર પણ ટેરિફ લાગુ કરી શકે છે, જે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સેવા ક્ષેત્રની નિકાસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એક મીડિયા મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી મોટી ચિંતાઓમાંની એક ચિંતા અમેરિકા સેવાઓ પર ટેરિફ લાગુ કરવાના માર્ગો શોધી રહ્યું છે તે છે. 

અમેરિકન કોંગ્રેસ હાયર એકટ પર ચર્ચા કરી રહી છે જેનો હેતુ આઉટસોર્સ કરાયેલા કામ પર  ટેકસ લાદવાનો છે.

Read more

← Back to Home