Gujarati News

અમેરિકન કંપનીઓના કહેવા પર ટ્રમ્પ 700થી વધુ પ્રોડક્ટ પર ટેરિફ ઝીંકે તેવી શક્યતા, દુનિયા ટેન્શનમાં

Published: November 10, 2025 • Language: English


– અમેરિકન કંપનીઓની સ્ટીલ પરના ટેરિફનો દાયરો વધારવા માગ

– ટ્રમ્પના નવા સંભવિત ટેરિફથી સાઈકલથી લઈને ઘરોમાં વપરાતી બેકિંગ ટ્રે સહિતની અનેક વસ્તુઓ પર અસર થશે 

– ટેરિફના કારણે અમેરિકામાં ભારતની નિકાસમાં સતત ચોથા મહિને ઘટાડો, ચીનની નિકાસ 25 ટકા ઘટી

Donald Trump : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ટેરિફનું શસ્ત્ર ઉગામી શકે છે. પ્રમુખ ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલા જંગી ટેરિફનો દાયરો વધારવા માટે અમેરિકન કંપનીઓએ માગ કરી છે, જેને પગલે સ્ટીલ સાથે સંકળાયેલા 700 નવા ઉત્પાદનો પર ટ્રમ્પ ટેરિફ નાંખે તેવી સંભાવના છે. આ ટેરિફ નંખાશે તો સાઈકલથી લઈને ઘરોમાં વપરાતી બેકિંગ ટ્રે સહિતની અનેક વસ્તુઓ પર અસર થશે.

Read more

← Back to Home