Divya Bhaskar Gujarat

અમદાવાદ, સાબરમતી, ભુજ સ્ટેશનોનું આધુનિક રિડેવલપમેન્ટ:ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા કચ્છ અને ઉત્તર ગુજરાતને દેશના મુખ્ય બજારો અને ઉદ્યોગ સાથે વધુ મજબૂત રીતે જોડાશે

Published: November 4, 2025 • Language: English

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કચ્છ પ્રદેશને આધુનિક રેલ સુવિધાઓથી જોડવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે કી–ફેક્ટર સાબિત થવાના છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં નવા રેલ માર્ગો, ગેજ પરિવર્તન અને સ્ટેશન રિડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા કચ્છ અને ઉત્તર ગુજરાતને દેશના મુખ્ય બજારો અને ઉદ્યોગ વર્તુળો સાથે વધુ મજબૂત રીતે જોડવામાં આવશે. ગુજરાતના પોર્ટ્સ અને ઉદ્યોગ ઝોનને સર્વિસ કરવા માટે સમયસર પ્રોજેક્ટ પૂર્ણતા ખૂબ જ જરૂરી છે. મુખ્ય પ્રોજેક્ટ્સમાં અમદાવાદ, સાબરમતી અને ભુજ સ્ટેશનોનું આધુનિક રિડેવલપમેન્ટ, આદરજ મોટી–વિજાપુર ગેજ પરિવર્તન, સાબરમતી–અસારવા Y કનેક્ટિવિટી, ગાંધીધામ–આદિપુર અને સામખિયાળી–ગાંધીધામ લાઇનનું ડબલિંગ, વટવા–અમદાવાદ–સાબરમતી ચોથી લાઇન, નલિયા–જખૌ પોર્ટ નવી લાઇન જેવા આ બધા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી કચ્છ પોર્ટ્સ, ઉદ્યોગ કેન્દ્રો અને કૃષિ વિસ્તારોને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નેટવર્કમાં મજબૂત કનેક્ટિવિટી મળશે. રેલ પ્રોજેક્ટ્સનો પ્રભાવ જેમાં વેપાર અને પરિવહનમાં ઝડપ, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, પ્રવાસન અને મુસાફરી સુવિધાઓમાં વધારો, ગ્રામ્ય અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારો જેવા મુદ્દાઓ વિશે તેઓએ ચર્ચા કરી હતી.

Read more

← Back to Home