અમદાવાદ મેટ્રો નોટરી એસોસિએશનની પ્રથમ બેઠક યોજાઈ:વસ્ત્રાલમાં નોટરી કાર્યો પર ચર્ચા, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
અમદાવાદ મેટ્રો નોટરી એસોસિએશનની પ્રથમ બેઠક આજે વસ્ત્રાલના કંકુબાગ મોલ સ્થિત નીલકંઠપ્રાઈડ હોટલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એસોસિએશનના કમિટી મેમ્બર્સ સહિત બાર કાઉન્સિલઓ ઓફ ગુજરાતના સભ્યો, સિટી સિવિલ કોર્ટના પ્રમુખ અને નોટરી એસોસિએશનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અમદાવાદ મેટ્રો એસોસિએશનના કમિટી મેમ્બર્સ એડવોકેટ હેમંત નવલખા, એડવોકેટ વિરેન્દ્રસિંહ તોમર, એડવોકેટ નિર્મલ રાવલ, એડવોકેટ કનુભાઈ સોલંકી, એડવોકેટ તરુણ ધર્મવત અને એડવોકેટ સાદિક હાજર રહ્યા હતા. આ ઉપરાંત, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) ના સભ્યો એડવોકેટ અનિલ કેલ્લા, ભરત ભગત સાહેબ, પરેશ જાની અને પરેશ વાઘેલા પણ હાજરી આપી હતી. સિટી સિવિલ કોર્ટના પ્રમુખ એડવોકેટ જગત ચોકસી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઈન્ડિયા નોટરી એસોસિએશનના પ્રમુખ શાહ અને ગુજરાત નોટરી એસોસિએશનના પ્રમુખ નિલેશ ત્રિવેદી સહિત અન્ય નોટરી ના લોકો પણ આ બેઠકમાં હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.આ બેઠક દરમિયાન નોટરીને લગતા કાર્યો અને તેની કાર્યપ્રણાલી બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
