Divya Bhaskar

અમદાવાદ પોલીસે અલગ અલગ ગુના નોંધ્યા:પીસીબીએ ઘાટલોડીયામાં સટ્ટા પર રેડ કરી તો બુકીના ઘરમાંથી દારૂની બોટલ મળી

Published: November 3, 2025 • Language: English

ગઈકાલે અમદાવાદ પોલીસે બે વિવિધ જગ્યાઓ પર સટ્ટાના કેસ કર્યા છે. પ્રિવેન્સન ઓફ ક્રાઈમ બ્રાંચની ટીમે ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા અર્જુન રેસીડેન્સીમાંથી ક્રિકેટ સટ્ટો રમતા સટ્ટોડીયાને ઝડપી પાડ્યો છે.પીસીબીની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી.જેમાં સુનિલ ઠક્કર નામના સટ્ટોડીયાની ધરપકડ કરી હતી. મેચ પર સટ્ટો રમાડતો હતો ને પોલીસે ઝડપ્યો
સુનિલ ગઈકાલે રમાયેલી બન્ને મેચોમાં સટ્ટો રમતો હતો અને રમાડતો હતો. પીસીબીએ ઘરમાં ઘુસીને તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક મોબાઈલ, દોઢ લાખ રૂપિયા રોકડા તેમજ ઈનોવા કાર જપ્ત કરી છે. આરોપીએ મેચ પર સટ્ટો રમવા માટે સાયસન્સ સીટીમાં રહેતા વિપુલ ઠક્કર નામના બુકી પાસેથી આઈડી લીધી હતી. સુનિલના ઘરે રેડ કરી ત્યારે ઘાટલોડીયા પોલીસને ઈમ્પોર્ટેડ વિદેશી દારૂની 6 બોટલો પણ જપ્ત કરી હતી. પોલીસે સુનિલ વિરૂદ્ધ દારૂ છુપાવવાનો પણ ગુનો દાખલ કર્યો છે જ્યારે ક્રિકેટ સટ્ટાનો પણ ગુનો દાખલ કર્યો છે. કૃણાલ વુમન્સ વર્લ્ડ કપમાં સટ્ટો રમી રહ્યો હતો
એરપોર્ટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, હાંસોલ હરીઓમ સોસાયટીમાં રહેતો કૃણાલ તુલસ્યાની ક્રિકેટ મેચમાં સટ્ટો રમી રહ્યો છે. બાતમીના આધારે એરપોર્ટ પોલીસની ટીમ તાત્કાલિક કૃણાલની સોસાયટીમાં પહોચી ગઈ હતી અને તેની પાસેથી મોબાઈલ જપ્ત કર્યો હતો. કૃણાલ ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો જેમા તેની પાસેથી યુઝર આઈડી પાસવર્ડ પણ મળી આવ્યો હતો. પોલીસે કૃણાલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. કૃણાલ વુમન્સ વર્લ્ડ કપમાં સટ્ટો રમી રહ્યો હતો.

Read more at source

← Back to Home