Gujarati News

અભિનેતા પ્રેમ ચોપડાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, જમાઈએ આરોગ્ય અંગે આપી માહિતી

Published: November 11, 2025 • Language: English


Prem Chopra Admitted To Hospital : હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને જાણિતા વિલન પ્રેમ ચોપડાને હૃદય સંબંધિત સમસ્યાના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષીય અભિનેતાની તબિયત સોમવારે અચાનક લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા છે. હાલ તેમની તબિયત સારી છે અને બેથી ત્રણ દિવસમાં રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

ચિંતાની કોઈ વાત નથી : પ્રેમ ચોપડાના જમાઈ

પ્રેમ ચોપડાના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ તેમની તબિયત વિશે માહિતી આપતા કહ્યું કે, ‘સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Read more

← Back to Home