Gujarati News

અકલ્પનીય રેકોર્ડ તેજી છતા ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનાની માંગ 23 ટકા વધી

Published: October 31, 2025 • Language: English

અમદાવાદ : સોનાના ભાવમાં આગઝરતી તેજી છતા વૈશ્વિક સોનાની માંગે ત્રીજા ક્વાર્ટર એટલેકે જુલાઈ-સપ્ટેમ્બર, ત્રિમાસિકમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટર’ના ડેટા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ સોનાની માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ રહી હતી. આ આંકડો ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૨૩ ટકા વધુ છે. જોકે એકંદર વોલ્યુમમાં ઘટાડો થયો છે અને વોલ્યુમમાં માંગ ૧૬ ટકા ઘટી છે.

← Back to Home