Gujarati News

અંધશ્રદ્ધામાં ગળાડૂબ સાસરિયાનો મહિલા પર ત્રાસ:પહેલાં પતિનો વાસ હોવાનું રટણ કરી પતિએ તાંત્રિક વિધિ બાદ ઘરમાંથી કાઢી મૂકી; કાઉન્સેલિંગ બાદ સમાધાન

Published: November 11, 2025 • Language: English

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય પંથકની એક મહિલાને પ્રથમ લગ્ન બાદ પોતાના પતિનું અકાળે મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાના પુન: લગ્ન કરવામાં આવ્યા હતા, જેના બીજા લગ્નથી તેને 3 સંતાનોનું સુખ મળ્યું હતું. જોકે, પુન: લગ્નના 15 વર્ષે સાસરીમાં અણધાર્યું થવા લાગતા તેના સાસરિયાઓ દ્વારા મહિલાને દેવદુ:ખ હોવાનું માની અંધશ્રદ્ધામાં પરોવાઈ ગયા હતા. મહિલા પર તાંત્રિક વિધિઓ કરાવી તેને ઘરમાંથી તગેડી મુકવામાં આવતા તેને મહિલા સહાયતા કેન્દ્રમાં જઈ પોતાની આપવીતી જણાવી હતી. મહિલા પર પહેલા પતિનો વાસ હોવાનું પતિ રટણ કરતો
પુન:લગ્ન બાદ અંધશ્રદ્ધામાં ડૂબેલા સાસરિયાઓ દ્વારા મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવા મામલે રજૂઆત મળતા મહેસાણા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં મહિલા અને તેના સાંસરિયાઓ વચ્ચે કાઉન્સેલિંગ કરવાની કવાયત્ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલા પર તેના પહેલા મૃતક પતિનો વાસ હોવાનું અને તેના સસરા તેના ઘરે ચા પીને ગયા બાદ તેઓ દુ:ખી હોવાનું રટણ કરતો હતો. મહિલાના સાસરિયાઓ પણ ઘણી વિધિ કરાવી છતાં મહિલાને સારું ન રહેતું હોવાનું કહેતા હતા. પોલીસે પરિવારનું કાઉન્સેલિંગ કરી રોગનું કારણ જણાવ્યું
કાઉન્સેલર નીલમ પટેલ દ્વારા મહિલાને કોઈ દેવદુઃખ ન હોવાનું, પરંતુ તેના મેડિકલ રિપોર્ટમાં પ્રોટિનની ઉણપ હોવાથી તેનું વર્તન અજુકતું હોવાનું સમજાવ્યું હતું. સાથે ઘર-સંસારમાં સમય ચડઉતર કરે તો એમાં લગ્નના 15 વર્ષે સારું ચાલ્યા બાદ મહિલા પર દેવદુ:ખના આરોપ કરી કાઢી મૂકવી એ કાયદાની દ્રષ્ટિએ પણ યોગ્ય ન હોવાનું સમજાવ્યું હતું. સાસરિયાની અંધશ્રદ્ધા દૂર થતાં મહિલાને સ્વીકારી
અંધશ્રદ્ધામાંથી બહાર આવી મહિલાને સાથે પરિવારના સભ્ય જેવું વર્તન કરવા સમજાવ્યું હતું. અંતે મહિલાના સાસરિયાએ ભૂત, ભૂવા અને તાંત્રિક વિધિના ધતિંગ ન કરવા ટકોર કરાઈ હતી. અંતે લાંબા કાઉન્સેલિંગ બાદ મહિલાના પતિ સહિતના સાસરિયાઓમાં અંધશ્રદ્ધા દૂર થતાં મહિલાને સ્વીકારી સમાધાન કરી ઘરે લઈ ગયા હતા.

Read more

← Back to Home